નેપાળના ભૂકંપગ્રસ્ત બાળકોને ભારતમાં લાવી વેચવાનું કૌભાંડ
લખનૌઉ, તા.૧૯ ઉત્તર પ્રદેશ-નેપાળ બોર્ડરથી ફરી એકવાર માનવ તસ્કરીના સમાચાર સામે આવ્યા છે. નેપાળમાં ૨૫ એપ્રિલમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ત્યાંનું જન-જીવન હજુ સુધી સામાન્ય થયું નથી અને નોકરી આપાવવના બહાને કેટલીક ટોળકી નાબાલિક બાળકોને ફોસલાવીને ભારતમાં વેચી રહ્યાં છે. મેસ ટુડેના સમાચાર અનુસાર નેપાળી બાળકોને ભારતના મોટા શહેરોમાં મજુરી અને વેશ્યાવૃતિ માટે વેચવામાં આવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશની ઇન્ટેલિજન્સ બ્યૂરોના સુત્રો અનુસાર ૧૭ માનવ તસ્કરો ગત મહિને ૫૦૦ નાબાલિક છોકરાઓ અને છોકરીઓને ભારતીય હદમાં લાવીને દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં મોકલી ચૂક્યાં છે. એક ઇન્ટેલિજન્સ અધિકારી અનુસાર,' સૌથી વધારે માનવ તસ્કરીની ઘટના ઉત્તર પ્રદેશના બહરાઇચમાં થઇ રહીં છે. બહરાઇચથી નેપાળ અને ઉત્તર પ્રદેશની વચ્ચે લગભગ ૧૧૦ કિલોમીટરની ખુલ્લી બોર્ડર છે. છેલ્લા ઘણા સમયથી આ માનવ તસ્કરો પોલીસના ડરથી સક્રિય નહતો પરંતુ નેપાળમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ માનવ તસ્કરો ફરી સક્રિય થઇ ગયા છે. અધિકારીઓએ કહ્યું કે,'આ માનવ તસ્કરો ભારતમાં નોકરી અપાવવાના બહાને બાળકોને તેમના પરિવાર સાથે સોદો કરી તેમને અહિયા લાવે છે. તસ્કરો બાળકોના માત-પિતાને તેમ પણ કહેતા આશ્વાસન આપે છે કે ભૂકંપ પ્રભાવિત લોકો માટે ભારત સરકાર કેટલીય યોજનાઓ ચલાવી રહીં છે.'
No comments:
Post a Comment