Twitter

Follow palashbiswaskl on Twitter

Wednesday, August 5, 2015

મુંબઈ હુમલો પાકિસ્તાનનું જ કાવતરું હતું ઃ તારિક ખોસા


 મુંબઈ હુમલો પાકિસ્તાનનું જ કાવતરું હતું ઃ તારિક ખોસા
ભારતે ૨૬/૧૧ મુંબઈ હુમલા કેસના પાકિસ્તાન પર આરોપો મૂક્યા પછી પાકિસ્તાન સરકારે પણ આ કેસની તપાસના આદેશ આપ્યા હતા. પાકિસ્તાનમાં મુંબઈ હુમલા કેસના મુખ્ય તપાસ અધિકારીએ કબૂલ્યું છે કે, ભારતમાં મુંબઈ પર હુમલો કરવાનું કાવતરું પાકિસ્તાનમાં જ ઘડવામાં આવ્યું હતું. આ યોજનાનો અમલ કરવાની શરૃઆત પણ પાકિસ્તાનમાં થઈ હતી. એટલું જ નહીં, આ યોજના માટે દિશાનિર્દેશ કરાચીના જ એક ઓપરેશન રૃમમાંથી આપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૮માં મુંબઈ હુમલા પછી પાકિસ્તાનના ટોચના પોલીસ અધિકારી તારિક ખોસાને ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના ડિરેક્ટર જનરલનો હોદ્દો સોંપવામાં આવ્યો હતો. આ હુમલામાં૧૬૬ લોકોના મૃત્યુ થયા હતા. આ મુદ્દે ખોસાએ પાકિસ્તાનના 'ડોન' અખબારમાં એક લેખમાં મુંબઈ હુમલાના કેસમાં પાકિસ્તાને કરેલી તપાસની સંપૂર્ણ માહિતી આપી છે. આ લેખમાં પાકિસ્તાનમાં રચાયેલા કાવતરાની ગ્રાફિક ડિટેઇલ પણ અપાઈ છે. હાલ ખોસા પાકિસ્તાન સરકાર અને ઈન્ટરપોલમાં પણ ઉચ્ચ હોદ્દે રહી ચૂક્યા છે, જેમના વડપણ હેઠળ પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોની હત્યા કેસની તપાસ ચાલી રહી છે. ખોસાએ કહ્યું છે કે, પાકિસ્તાને પોતાન જ જમીન પર મુંબઈ હુમલાનું કાવતરું રચ્યું હતું અને અહીંથી જ તેનો અમલ કરાયો હતો. આટલું કહીને ખોસાએ પાકિસ્તાન સરકાર સમક્ષ માગ કરી છે કે, આપણા સુરક્ષા તંત્રએ એવી ખાતરી આપવી જોઈએ કે 'બિહામણા આતંકવાદી હુમલા'નું કાવતરું રચનારા લોકોને કઠેડામાં ઊભા રાખવામાં આવશે. ત્યારપછી ખોસાએ નોંધ્યું છે કે, મંથર ગતિએ ચાલી રહેલી ન્યાયપ્રક્રિયા, ટ્રાયલ જજની સતત બદલી અને આ કેસના તપાસ અધિકારીની હત્યા જેવા અનેક કારણોસર આ કેસ લટકી ગયો છે. આ ઉપરાંત મહત્ત્વના સાક્ષીઓ ગંભીર રીતે ફરી ગયા હોવાથી પણ આ કેસ પર અસર પડી છે. તારિક ખોસાએ રજૂ કરેલા મુદ્દા ૧. અજમલ કસાબ પાકિસ્તાનનો નાગરિક હતો. કસાબનું ઘર પાકિસ્તાનમાં છે અને તેનું પ્રાથમિક શિક્ષણ પણ અહીં જ થયું છે. આ ઉપરાંત કસાબ જે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો તેની સ્થાપના પણ પાકિસ્તાનમાં થઈ હતી. ૨. લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ થટ્ટા અને સિંધની આસપાસ તાલીમ લેતા હતા. મુંબઈ પર હુમલો કરવાની યોજના ત્યાંના દરિયાઈ માર્ગે શરૃ થઈ હતી. આ કેસના તપાસ અધિકારીઓએ એ તાલીમ કેમ્પ પણ ઓળખી લીધો છે અને હાલ એ સ્થળ અમારી દેખરેખ હેઠળ છે. ૩. મુંબઈ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકો અને આ તાલીમ કેમ્પમાંથી મળેલા વિસ્ફોટકો એકસરખા છે. ૪. આતંકવાદીઓએ ભારતીય માછીમારોનું અપહરણ કરીને ભારતીય હોડી મેળવી હતી. આ યોજના પાર પાડવા તેમણે પાકિસ્તાનની હોડીનો ઉપયોગ કર્યો હતો. આ પાકિસ્તાની હોડી પાકિસ્તાન લાવીને નવેસરથી રંગ કરીને છુપાવી દેવાઈ હતી. તપાસ અધિકારીઓએ આ હોડી કબજે કરી લીધી છે અને આ કામ સાથે સંકળાયેલા લોકો પર આરોપો પણ મૂક્યા છે. ૫. આતંકવાદીઓએ પાકિસ્તાની હોડીનું એન્જિન મુંબઈ બંદર પર જ કોઈ સ્થળે મૂકી દીધું હતું કારણ કે, એન્જિન પર ચોક્કસ નંબરો હોઈ શકે. જોકે, આ એન્જિન મેળવીને અમે જાણી શક્યા છીએ કે, એ એન્જિન જાપાનથી આયાત થઈને લાહોર અને ત્યાંથી કરાચીની સ્પોર્ટ્સ શોપ સુધી પહોંચ્યું છે. અહીંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ તેની ખરીદી કરી હતી. આ સમગ્ર લિંકને પકડીને અમે અનેક લોકોની ધરપકડ કરી છે. ૬. મુંબઈ હુમલાનો ઓપરેશન રૃમ કરાચીમાં હતો. એ રૃમમાંથી જ આતંકવાદીઓને સૂચના અપાતી હતી. તપાસ અધિકારીઓએ એ રૃમ પણ ઓળખી લીધો છે અને હાલ તે અમારી દેખરેખ હેઠળ સુરક્ષિત છે. આ ઘટનામાં વોઈસ ઓવર પણ મેળવાયા છે. ૭. આ હુમલાનો કમાન્ડર અને તેના સાગરિતોની ધરપકડ કરાઈ છે. વર્ષ ૨૦૦૮માં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ઝાકી-ઉર-રહેમાન લખવી સહિત અનેક લોકોની ધરપકડ કરાઈ છે. લખવી સહિત તમામનો કેસ હજુ ચાલી રહ્યો છે. આ વર્ષે લખવીને જામીન પણ મળ્યા હતા. ૮. આ કેસમાં બે વિદેશી ફાઈનાન્સરને પણ ધરપકડ કરીને પાકિસ્તાનની અદાલતમાં રજૂ કરાયા છે.
--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Welcome

Website counter

Followers

Blog Archive

Contributors